MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

 

MORBI:મોરબી તાલુકા પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

 

મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન તાલુકાના સાપર ગામની સીમમાંથી અને તળાવિયા શનાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.૧. સાપર ગામની સીમમાંથી આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સાપર ગામની સીમમાં આવેલી પાવડીયારી કેનાલ નજીક એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલી વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ (કિંમત રૂ. ૧,૦૮૦) મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી કિશોરભાઈ બચુભાઇ બળોધરા (રહે. હળવદ) ની ધરપકડ કરી છે.૨. તળાવિયા શનાળા ગામે બીજી રેઇડ

પોલીસે બીજી સફળ રેઇડ મોરબીના તળાવિયા શનાળા ગામે પાડી હતી. જ્યાંથી ૧૭ નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. ૧,૩૬૦) ના મુદ્દામાલ સાથે સ્થાનિક આરોપી રોહિતભાઈ રાજેશભાઈ કગથરા (રહે. તળાવિયા શનાળા ગામ, તા. મોરબી) ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસે બંને સ્થળેથી દારૂનો જથ્થો જપ્ત કરી, પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!