MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફૂડ શાખાનું મેગા ચેકિંગ: ૫૬ પેઢીઓમાં તપાસ, વાસી અને એક્સપાયરી ડેટ વગરના અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ

 

MORBI:મોરબીમાં ફૂડ શાખાનું મેગા ચેકિંગ: ૫૬ પેઢીઓમાં તપાસ, વાસી અને એક્સપાયરી ડેટ વગરના અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ

 

 

શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા શહેરમાં આવેલી ખાણી-પીણી તેમજ ફરસાણની દુકાનોમાં કડક નિરીક્ષણ અને તપાસની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ટીમ દ્વારા કુલ ૫૬ જેટલી પેઢીઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અનેક જાણીતી પેઢીઓમાંથી અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવતા ફૂડ શાખાએ કડક કાર્યવાહી કરી હતી. આ તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

અમૂલ ડેરી ફાર્મ: બેક્ટેરિયલ કલ્ચર (Bacterial Culture) ના પેકેટ મળી આવ્યા હતા, જેના પર કોઈ લાઈસન્સ નંબર ન હોવાને કારણે આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

પ્રકાશ બેકરી: બ્રેડ અને પાઉંના જથ્થા પર એક્સપાયરી ડેટ (Expiry Date) મારેલી ન હોવાથી આ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

વજુભાઈ બ્રેડવાળા અને લાલજીભાઇ બ્રેડવાળા: આ બંને પેઢીઓમાંથી પણ એક્સપાયરી ડેટ વગરની બ્રેડનો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો તાકીદે નાશ કરાયો હતો.

ટુડે બેકરી (Today Bakery): ટોસ્ટ અને આઈસ્ક્રીમના પેકેટ પર કોઈ પણ પ્રકારની એક્સપાયરી ડેટ લખેલી ન હોવાથી આ ખોરાકનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

રોયલ સુપરમાર્કેટ: એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોય (મુદત વીતી ગઈ હોય) તેવા ખાદ્ય પદાર્થો વેચાણ અર્થે રાખેલા મળી આવતા તેનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

ફૂડ શાખા દ્વારા આ મેગા ડ્રાઇવ દરમિયાન હાઈજીન (આરોગ્યપ્રદ સ્થિતિ) જાળવવા બાબતે, ફૂડ લાઈસન્સ તેમજ વાસી અને અખાદ્ય ખોરાક રાખવા બદલ કુલ ૪૩ પેઢીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તમામ ખાણી-પીણીના વેપારીઓને કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ફૂડ ચેકિંગની ઝુંબેશ વધુ કડક અને વ્યાપક બનાવવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં, જેની દરેક વેપારીઓએ નોંધ લેવી.

Back to top button
error: Content is protected !!