MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીવાસીઓ માટે ખુશખબર: મિલકતવેરામાં ૧૦% રિબેટ યોજના શરૂ, ઓનલાઈન ટેક્સ ભરવાની પણ ઉત્તમ સુવિધા

 

MORBI:મોરબીવાસીઓ માટે ખુશખબર: મિલકતવેરામાં ૧૦% રિબેટ યોજના શરૂ, ઓનલાઈન ટેક્સ ભરવાની પણ ઉત્તમ સુવિધા

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મિલકતધારકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચાલુ વર્ષના મિલકતવેરા (પ્રોપર્ટી ટેક્સ) પર ૧૦% રિબેટ (વળતર) યોજના અમલમાં મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.

ઓફિસ સમય: સવારે ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી.ક્યાં ભરી શકાશે?: પ્રોપર્ટી ટેક્સ તેમજ વ્યવસાયવેરો (EC) મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ઉપરાંત શહેરની કુલ ૧૧ (અગિયાર) વોર્ડ ઓફિસ ખાતે સ્વીકારવામાં આવશે.

હવે ઘરે બેઠા ઓનલાઈન ટેક્સ ભરો:નાગરિકોને સુવ્યવસ્થિત અને ઝડપી સેવા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ માધ્યમોને વેગ આપવામાં આવ્યો છે:

વેબસાઈટ: નાગરિકો https://mmcgujarat.in/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટેક્સ ભરી શકે છે.મોબાઈલ એપ્લિકેશન: ગૂગલ પ્લે સ્ટોર (Play Store) પર જઈને “Morbi Municipal Corporation” સર્ચ કરી, મહાનગરપાલિકાના લોગોવાળી સત્તાવાર એપ ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનમાં પ્રોપર્ટી ટેક્સ કે વ્યવસાયવેરાના ઓપ્શનમાં જઈ, માત્ર મિલકત નંબર નાખીને સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે.

નોંધ: મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ મોટી સંખ્યામાં અરજદારો આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન ટેક્સ ભરી રહ્યા છે. નાગરિકોની સરળતા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાએ તમામ કરદાતાઓને સમયસર વેરો ભરીને આ ૧૦% વળતર યોજનાનો લાભ ઉઠાવવા ખાસ અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!