
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઉત્તર ગુજરાતની પોલીસને હંફાવનાર કુખ્યાત પશુ ચોરને મોડાસા ટાઉન પોલીસે ગોધરાથી દબોચ્યો
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી અનેક વોન્ટેડ આરોપીઓને દબોચી લઈ જેલમાં ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે મોડાસા શહેર સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 23 જેટલા ગુન્હામાં સંડોવાયેલ રાણાસૈયદ વિસ્તારમાં રહેતા પશુ ચોરને ગોધરાથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસ પકડમાં આવતા કુખ્યાત પશુ ચોર નથ્થે મુલતાની હાથજોડી માફી માંગતો જોવા મળ્યો હતો

મોડાસા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા રાણાસૈયદમાં રહેતો કુખ્યાત નથ્થે કાલુ મુલતાની નામનો પશુ ચોર ગોધરા હોવાની બાતમી મળતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ગોધરા પહોંચી નથ્થે મુલતાનીએ ઝડપી લીધો હતો ઉત્તર ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનના આરોપી અને મોડાસા ટાઉન પોલીસ અને વિસનગર પોલીસ સ્ટેશનના પશુ ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાઇ જતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો




