MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ તેજ બનશે: રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની અને સુમન હુડ્ડા આવતીકાલે મુલાકાતે

 

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ તેજ બનશે: રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની અને સુમન હુડ્ડા આવતીકાલે મુલાકાતે

 

“કિસાન નારી ઝુકતી નથી…” જેતપર આંદોલનમાં નારી શક્તિ ફૂંકશે પ્રાણ

મોરબીના જેતપર મુકામે પોતાના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરેથી મોટું સમર્થન મળવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અન્નત્યાગ કરીને આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતોના સમર્થનમાં હવે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની) મેદાને આવ્યું છે.

04 જુલાઈએ રાષ્ટ્રીય નેતાઓ ઉપવાસ છાવણીએ પહોંચશે મળતી વિગતો અનુસાર, આગામી તારીખ 04/07/2026 ને શનિવારે રાત્રે 9 વાગ્યે ભારતીય કિસાન યુનિયન ચઢૂનીના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદાર ગુરનામ સિંહ ચઢૂની જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીની રૂબરૂ મુલાકાત લેશે. તેમની સાથે યુનિયનના મહિલા પ્રદેશ અધ્યક્ષ સુમન હુડ્ડા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આંદોલનમાં જોડાશે નારી શક્તિ – આ મુલાકાતનો મુખ્ય હેતુ વીજ લાઈનનો વિરોધ કરી રહેલા અને અન્નનો ત્યાગ કરીને બેઠેલા પીડિત ખેડૂતોની પડખે મજબૂતાઈથી ઊભા રહેવાનો છે. આ અંગે મહિલા પ્રદેશ અધ્યક્ષ સુમન હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેઓ આ આંદોલનમાં નારી શક્તિને જાગૃત કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જોડાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે:”કિસાન નારી ઝુકતી નથી, સંઘર્ષથી નવો ઈતિહાસ રચે છે.” ખેડૂતોના હકો માટે આક્રમક લડત આપનારા જાણીતા ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીની ઉપસ્થિતિથી જેતપરનું આ આંદોલન આગામી દિવસોમાં વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. “કિસાન એકતા ઝિંદાબાદ” અને “જય જવાન, જય કિસાન” ના નારાઓ સાથે ખેડૂતોના હકમાં આ લડતને રાષ્ટ્રીય નેતાઓ વધુ આગળ ધપાવશે. આ હાઈપ્રોફાઈલ મુલાકાતને પગલે હવે સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

Back to top button
error: Content is protected !!