RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: વિદેશી દારૂના ૩ ગુનામાં ૮ વર્ષથી નાસતો-ફરતો આરોપીને ચોટીલા હાઈવે પરથી ઝડપી લીધો




RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: વિદેશી દારૂના ૩ ગુનામાં ૮ વર્ષથી નાસતો-ફરતો આરોપી ચોટીલા હાઈવે પરથી ઝડપી લીધો

રાજકોટ રેન્જ પોલીસ ટીમે એક મોટી સફળતા મેળવીને રાજકોટ શહેર ડી.સી.બી. (DCB) પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રીઓ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા અને ફતેસંગ પરમાર નાઓને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ બી.સી.મીયાત્રા અને ડ્રાઈવર દિનેશભાઈ ગઢવીની ટીમે વોચ ગોઠવીને ચોટીલા હાઇ-વે પર આવેલા આણંદપર ચોકડી પાસેથી આરોપી વનરાજ માણભાઇ જાતવડા (જાતે: કાઠી, રહેવાસી: ખાટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને દબોચી લીધો હતો.
પકડાયેલ આરોપી રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ ના નીચે મુજબના પ્રોહિબિશનના ત્રણ ગંભીર ગુનાઓમાં છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો હતો:ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૧/૨૦૧૮ (પ્રોહી. કલમ-૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૮/૨૦૧૯ (પ્રોહી. કલમ- ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(ર)) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૭/૨૦૧૯ (પ્રોહી. કલમ- ૬૫(ઇ), ૧૧૬(બી)) રાજકોટ રેન્જ પોલીસે આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરી દેવામાં આવી છે.



