HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના રાણેકપર ગામે મંદિરના ગ્રાઉન્ડમાં જાળી ફિટ કરવા મુદ્દે જૂથ અથડામણ:12 સામે ગુનો દાખલ

 

HALVAD:હળવદના રાણેકપર ગામે મંદિરના ગ્રાઉન્ડમાં જાળી ફિટ કરવા મુદ્દે જૂથ અથડામણ: બે મહિલાઓ સહિત 5 ગંભીર રીતે ઘાયલ, 12 સામે ગુનો દાખલ

 

હળવદ તાલુકાના રાણેકપર ગામે જૂની અદાવત અને મનદુઃખ રાખીને મંદિરના ગ્રાઉન્ડમાં જાળી તેમજ એંગલ ફિટ કરવા જેવી સામાન્ય બાબતે એક જૂથના ૧૨ જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે એક પરિવાર પર હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં બે મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં મહિલાઓના હાથ ભાંગી ગયા છે અને પુરુષોને માથાના ભાગે ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ છે. હળવદ પોલીસે આ મામલે ૧૨ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાણેકપર ગામે રહેતા અને ખેતીકામ કરતા ૬૧ વર્ષીય રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયા ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરી રહ્યા હતા. આ કામગીરી ગમતી ન હોઈ, તેનો ખાર રાખીને ગામના જ એક જૂથના લોકો લાકડીઓ, લોખંડના પાઇપ, ધારિયા અને ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે એકસંપ થઈને તૂટી પડ્યા હતા.

હુમલામાં ભોગ બનનાર ઇજાગ્રસ્તો:મુકેશભાઈ અને જયસુખભાઈ: માથાના ભાગે ગંભીર ઈજાઓ.પ્રભુભાઈ: માથાના ભાગે ઈજા.ચંદ્રિકાબેન: ડાબા હાથે ગંભીર ઈજા અને ફેક્ચર.જ્યોત્સનાબેન: ડાબા હાથે ફેક્ચર.(આ ઉપરાંત ફરિયાદી સહિત અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે).

આ ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધાયો:૧. ચતુરભાઇ વાલજીભાઇ ,૨. નિકુલભાઇ મઘાભાઇ ,૩. ભાણજીભાઇ ચતુરભાઇ ,૪. અનિલભાઇ હેમુભાઇ ,૫. હેમુભાઇ વાલજીભાઇ ,૬. બાબુભાઇ વાલજીભાઇ ,૭. દાદુભાઇ બાબુભાઇ ,૮. શૈલેષભાઇ મઘાભાઇ ,૯. સુજલભાઇ શામજીભાઇ ,૧૦. શામજીભાઇ હેમુભાઇ ,૧૧. શિલ્પાબેન અનિલભાઇ ,૧૨. મનિષાબેન શામજીભાઇ (તમામ રહે. રાણેકપર, તા. હળવદ) હુમલાખોરોએ આડેધડ માર મારી, બિભત્સ ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે રતિલાલભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રતિલાલભાઈની ફરિયાદના આધારે તમામ ૧૨ આરોપીઓ વિરુદ્ધ હુલ્લડ અને પ્રાણઘાતક હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!