MORBI:મોરબીના ઘૂંટુ ગામે ગૌશાળાના કમ્પાઉન્ડમાં આવેલ મોબાઈલ ટાવરમાંથી ૮૩ હજારના સાધનોની ચોરી




MORBI:મોરબીના ઘૂંટુ ગામે ગૌશાળાના કમ્પાઉન્ડમાં આવેલ મોબાઈલ ટાવરમાંથી ૮૩ હજારના સાધનોની ચોરી

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્થાપિત ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કિંમતી સાધનોની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબીના મોડપર ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ. ૩૨) ઇન્ડસ મોબાઇલ ટાવર કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ઘૂંટુ ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં આવેલ ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર (આઇ.ડી. નંબર ૧૩૨૧૦૯૩ જીટી-૫૨૮૭) ની દેખરેખ અને સંચાલન રવિરાજસિંહ હેઠળ છે.દરમિયાન, મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં ગુપ્ત અપપ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મોબાઈલ ટાવર પર ચડીને તેમાં લગાડેલા એરટેલ કંપનીના અંજના કાર્ડના કેબલ, જમ્પર સહિતના અન્ય કિંમતી પાર્ટ્સ, જેની કુલ કિંમત ₹૮૩,૬૧૩ થાય છે, તેની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.મોબાઈલ ટાવરમાંથી કિંમતી સાધનોની ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં સુપરવાઈઝર રવિરાજસિંહ જાડેજાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


