WAKANER:વાંકાનેર સતાપર ગામની સીમમાંથી જુગાર રમતા ૮ શખ્સો રૂ. ૩૦,૮૦૦ ની રોકડ સાથે ઝડપાયા




WAKANER:વાંકાનેર સતાપર ગામની સીમમાંથી જુગાર રમતા ૮ શખ્સો રૂ. ૩૦,૮૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને જુગારધારા હેઠળનો એક મોટો કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સતાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા ૮ ઇસમોને કુલ રૂ. ૩૦,૮૦૦/- ની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સતાપર ગામની આથમણી કરારનામની સીમમાં આવેલી હેમાભાઇ કાળાભાઈની વાડી પાસે જાહેર માર્ગ પર કેટલાક ઇસમો એકઠા થઈને ગંજીપતાના પાના અને પૈસા વડે જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્ટાફ સાથે ઘટનાસ્થળે ઓચિંતી રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન જુગાર રમતા આઠ શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને તમામ ૮ ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી જુગારના સાહિત્ય સહિત કુલ રોકડ રૂપિયા ૩૦,૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓ – ૧. છનાભાઇ જેમાભાઈ ડાભી (રહે. સતાપર ગામ, તા. વાંકાનેર) ૨. સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા (રહે. સતાપર ગામ, તા. વાંકાનેર) ૩. નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગાણાદીયા (રહે. સતાપર ગામ, તા. વાંકાનેર) ૪. હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી (રહે. વિનયગઢ, તા. વાંકાનેર) ૫. હેમાભાઇ કાળાભાઇ ધરજીયા (રહે. સતાપર, તા. વાંકાનેર) ૬. હકાભાઇ કેશભાઇ ગણાદીયા (રહે. સતાપર, તા. વાંકાનેર) ૭. વેરશીભાઇ તેજાભાઇ મકવાણા (રહે. વિનયગઢ, તા. વાંકાનેર) ૮. નવઘણભાઇ ચોથાભાઈ રાઠોડ (રહે. વિનયગઢ, તા. વાંકાનેર) પોલીસે પકડાયેલા તમામ આઠેય ઇસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમની આ સફળ કામગીરીથી અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


