MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રા. શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી




MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રા. શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી

શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા તાલુકો – જિલ્લો- મોરબીમાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની ચૂંટણી કરવામાં આવી. જેમાં શાળાનાં ધો.3 થી 8 નાં કુલ 158 મતદારોમાંથી શાળાએ હાજર 154 મતદારોએ 14 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કરેલ. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવેલ. જેમા લોકપ્રિય ઉમેદવાર સોલંકી સુરેજ સૌથી વધારે 45 મત તથા જીવાણી એંજલ 23 મત મેળવી વિજેતા બન્યા. સમગ્ર આયોજન શાળાનાં તમામ શિક્ષકોનાં માર્ગદર્શન અને મહેનત હેઠળ કરવામાં આવેલ.

સરકારશ્રીના નિયમ મુજબ બેગલેસડેની આજે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આ આનંદમયી શનિવારને ખુબ ઉત્સાહથી મનાવ્યો.
આજનાં દિવસનાં આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્યશ્રી ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકો ચિકાણી રમણિકલાલ, ગોસાઈ રોહિતભાઈ, દેવમુરારી હિનાબેન, રાજપરા ભગવતીબેન, ફુલતરિયા જલ્માબેન, દલસાણિયા મિનાક્ષીબેન, વિરડા ભાવનાબેન તથા સરડવા ભૂમિકાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.



