MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મોબાઇલ ટાવરમાંથી કિંમતી કાર્ડ ચોરતી આંતરરાજ્ય ગેંગના ૩ સાગરીતો ઝડપાયા

 

MORBI:મોરબી મોબાઇલ ટાવરમાંથી કિંમતી કાર્ડ ચોરતી આંતરરાજ્ય ગેંગના ૩ સાગરીતો ઝડપાયા

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરમાંથી કિંમતી અંજના કાર્ડ (રીમોટ રેડીયો યુનીટ) ચોરી થવાનો ગુનો નોંધાયો હતો. આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની આ ટીમોએ હ્યુમન સોર્સ (બાતમીદારો) તથા ટેકનિકલ માધ્યમોની મદદથી તપાસ હાથ ધરીને ટાવરમાં ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટાવર ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા તરફ જતા રસ્તા પર પુલીયા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ ઇકો કારને અટકાવી તલાશી લેતા ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ ૧. પીન્ટુભાઈ ભરતભાઈ સોલંકી (રહે. નગરા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર) ૨. રાહુલ કુમાર ટીકમ સિંહ (રહે. આદિપુર, તા. ગાંધીધામ, જી. કચ્છ; મૂળ રહે. ઢયોટી, જી. અમરોહા, ઉત્તર પ્રદેશ) ૩. કપીલ છુટ્ટન સિંહ (રહે. ઢયોટી, તા. ધનૌરા, જી. અમરોહા, ઉત્તર પ્રદેશ)

રૂપિયા ૨.૩૩ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર – પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર અને ચોરેલો સામાન મળી કુલ રૂ. ૨,૩૩,૬૧૩/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે:ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરના અંજના કાર્ડ (RRU) નંગ-૦૨ (કિંમત રૂ. ૮૩,૬૧૩/-)ઇકો કાર (રજી. નંબર: GJ-13-CA-3932) (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-)મોરબી તાલુકા પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી આ ગેંગની ધરપકડ કરીને અન્ય કોઈ વિસ્તારોમાં ટાવર ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!