Rajkot: રાજકોટ જિલ્લામાં આપત્તિ સમયે તાત્કાલિક સંપર્ક માટે હેલ્પલાઇન નંબરો જાહેર

તા.૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જતાથી કાર્ય કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સહિતની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકાઓના કંટ્રોલરૂમના નંબર જારી કરવામાં આવ્યા છે.
કોઈપણ કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ તેમજ ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત જિલ્લાના તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: પડધરી – ૦૨૮૨૦-૨૩૩૦૫૯, રાજકોટ શહેર – ૧૦૧, લોધિકા – ૦૨૮૨૭-૨૪૪૨૨૧, કોટડા સાંગાણી – ૦૨૮૨૭-૨૭૬૨૨૧, જસદણ – ૦૨૮૨૧- ૨૨૦૦૩૨, ગોંડલ – ૦૨૮૨૫ – ૨૨૦૦૯૩, જામકંડોરણા – ૦૨૮૨૪ – ૨૭૧૩૨૧, ઉપલેટા – ૦૨૮૨૬ – ૨૨૧૪૫૮, ધોરાજી – ૦૨૮૨૪ – ૨૨૧૮૮૭, જેતપુર – ૦૨૮૨૩ – ૨૨૦૦૦૧, વિંછીયા – ૦૨૮૨૧ – ૨૭૩૪૩૨.
કોઈપણ આપત્તિ સંબંધિત ઘટના, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા, પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી અંગે તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર જાણ કરી તંત્રને સહયોગ આપી શકાય છે. આ સાથે જ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર વિશ્વાસ રાખવું સલાહભર્યું છે.



