MORBIMORBI CITY / TALUKO

MORBI:આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટતાં પેટ્રોલ-ડીઝલમાં રાહત આપવા મોરબીથી કેન્દ્ર-રાજ્ય સરકારને રજૂઆત

 

MORBI:આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટતાં પેટ્રોલ-ડીઝલમાં રાહત આપવા મોરબીથી કેન્દ્ર-રાજ્ય સરકારને રજૂઆત

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ ઝાલરીયા દ્વારા દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી અને મોરબી કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવોમાં યોગ્ય રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

 

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ (સીઝફાયર એગ્રીમેન્ટ) થયા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલ ડોલરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પહેલાની સ્થિતિએ સમકક્ષ અને સંતુલિત થઈ ગયા છે. આ વૈશ્વિક રાહતનો લાભ ભારતના સામાન્ય નાગરિકો અને વિવિધ ક્ષેત્રોને મળવો જોઈએ.

અજય પટેલ ઝાલરીયાએ જણાવ્યું છે કે, વર્ષ 2026ના આ ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ગલ્ફ રીજનના હોરમુઝ સી-રૂટ (ખાડી દેશોના દરિયાઈ માર્ગ) પ્રભાવિત થવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ આયાત-નિકાસના ધંધાકીય ક્ષેત્રોને આંશિક નુકસાન વેઠવું પડ્યું છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ સામાન્ય થઈ છે, ત્યારે સરકારી ધારાધોરણો અંતર્ગત ભારતીય બજારમાં પણ ઇંધણના દરોમાં પર્યાપ્ત રાહત આપવી જરૂરી છે.

આવેદનપત્ર મુખ્ય માગણીઓ  આત્મનિર્ભરતાને વેગ: પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ ઘટવાથી ભારતના કિસાન ક્ષેત્ર (ખેતી), સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રને મોટો આર્થિક ટેકો મળશે.જીડીપીમાં ગ્રોથ: ઇંધણ સસ્તું થતાં ધંધા-રોજગાર ગતિમાન બનશે, જેનાથી ભારતની ઇકોનોમી અને GDP ગ્રોથ રેટ પ્લસ (ઉચ્ચ) થશે.રોજગારી અને વળતર: સામાન્ય નાગરિકો આત્મનિર્ભર બની આસાનીથી પોતાનું વળતર મેળવી શકશે.આંતરરાષ્ટ્રીય માર્કેટના બદલાયેલા સમીકરણોને ધ્યાને રાખીને, સાર્વજનિક લોકહિત અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇંધણના ભાવમાં ત્વરિત અને યોગ્યતા પૂર્વક ઘટાડો કરવામાં આવે તેવી મોરબી જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના પૂર્વ ઉપપ્રમુખે વહીવટી તંત્ર સમક્ષ નમ્ર અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!