લાખણી ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા લાલપુર ના પરિવાર ને 26500 રોકડ અર્પણ

નારણ ગોહિલ લાખણી 
વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકા લાલપુર ગામે સેમાણીયા (ઠાકોર)પરિવારના બે સગા ભાઈઓના માર્ગ અકસ્માતમાં થયેલા અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ હતું. આ કપરા કાળમાં પીડિત પરિવારને હિંમત આપવા અને તેમની પડખે ઊભા રહેવા માટે લાખણી તાલુકાના સમાજ શ્રેષ્ઠીઓ અને યુવા મિત્રો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
સામાજિક જવાબદારી અને માનવતા ના સમન્વય નુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું
આ મુલાકાત દરમિયાન વિશેષ ઉપસ્થિતિ
લાખણી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી વિવિધ ગામના સરપંચશ્રીઓ અને નવીન ચૂંટાયેલ ડેલિકેટશ્રીઓ દ્વારા પરિવારને મળીને સાંત્વના પાઠવવામાં આવી હતી. આ તમામ પદાધિકારીઓએ પરિવારને ખાતરી આપી હતી કે, આ મુશ્કેલ સમયમાં સમાજ અને વહીવટી તંત્ર હંમેશા તેમની સાથે છે અને દરેક પ્રકારની મદદ માટે તેઓ તત્પર રહેશે.
સમાજની સંવેદનશીલતા
આર્થિક સહયોગ લાખણી તાલુકાના ઠાકોર સમાજના યુવા મિત્રો દ્વારા “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” સ્વરૂપે પરિવારને આર્થિક સહાય રૂપે 26500 રોકડ અર્પણ કરવામાં આવી.
શિક્ષણની ખાતરી પદાધિકારીઓ અને યુવા મિત્રો દ્વારા સંયુક્ત રીતે પરિવારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના ભણતર માટે કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે ત્યારે સંપૂર્ણ સાથ-સહકાર આપવાની બાહેંધરી આપવામાં આવી છે.
દુઃખના સમયે સમાજના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાશક્તિનું આ એકત્રીકરણ સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ અને પરિવારને ઈશ્વર અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના તેવી પ્રાર્થના કરી હતી દુઃખ ની ઘડી મા સમસ્ત સમાજ એમની સાથે રહેશે તેવી ખાતરી આપી
હતી


