MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ત્રાજપર ખારીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબી ત્રાજપર ખારીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સામાકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ૨૫ વર્ષીય યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે એક ઈસમ હાથમાં થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલો જોવા મળ્યો હતો. પોલીસ ટીમને શંકા જતાં તેમણે તુરંત જ તે ઈસમની અટકાયત કરી તેની પાસે રહેલી થેલીની તલાશી લીધી હતી.પોલીસ દ્વારા લેવામાં આવેલી તલાશી દરમિયાન થેલીમાંથી વિદેશી દારૂની કુલ ૦૭ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા ૬૩૦ ની કિંમતનો આ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી અજયભાઈ સુખાભાઈ બાબરીયા (કોળી) ત્રાજપર ખારી, મોરબી બી ડિવિઝન પોલીસે પકડાયેલા આરોપી અજયભાઈ બાબરીયા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!