MORBI:જેતપર ખેડૂત આંદોલન વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વીજલાઈન વળતર અંગે GR પ્રસિદ્ધ




MORBI:જેતપર ખેડૂત આંદોલન વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વીજલાઈન વળતર અંગે GR પ્રસિદ્ધ

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ખેડૂતો દ્વારા માત્ર જાહેરાત નહીં પરંતુ સત્તાવાર જીઆર (GR – સરકારી ઠરાવ) પ્રસિદ્ધ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખતા ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સંકલિત અને અદ્યતન માર્ગદર્શિકા જાહેર કરતો ઠરાવ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે.
નવા નિયમો મુજબ ટ્રાન્સમિશન લાઈન કે ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક અને ફળાઉ ઝાડને થતા નુકસાન સામે હવે બમણું વળતર ચૂકવવામાં આવશે. ઊર્જા વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળાના હુકમથી આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

ટાવરની જમીનનું મળશે ૨૦૦% (બે ગણું) વળતર – નવા સરકારી ઠરાવ અનુસાર, ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભો કરવાને કારણે ટાવરના ચાર પાયા વચ્ચેની જે જમીન રોકાય છે, તેના નુકસાન પેટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા નક્કી કરાયેલી બજાર કિંમતના ૨૦૦% (બે ગણા) વળતર તરીકે ખેડૂતને ચૂકવવામાં આવશે.
ગણતરીનો નવો નિયમ: વળતરની ગણતરી કરતી વખતે માત્ર ટાવરના ચાર પાયાનો વાસ્તવિક વિસ્તાર જ નહીં, પરંતુ તેની ચારેય બાજુ ૧ મીટરનું વધારાનું વિસ્તરણ (બફર ઝોન) ધ્યાને લઈને પૂરેપૂરું વળતર અપાશે.
રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે કેટેગરી મુજબ નવું વળતર માળખું ખેતર કે જમીન પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના કારણે થતા નુકસાન (Right of Way) માટે સરકારે વિસ્તાર પ્રમાણે અલગ-અલગ વળતર નક્કી કર્યું છે: વિસ્તારની કેટેગરીમળવાપાત્ર વળતર (જમીનની બજાર કિંમતના ટકા) ગ્રામ્ય વિસ્તારોજમીનની કિંમતના ૩૦%
નગરપાલિકા, નગર પંચાયત અને શહેરાયોજન (TP) વિસ્તારોજમીનની કિંમતના ૪૫%
મહાનગરપાલિકા (Corporation) અને મેટ્રોપોલિટન વિસ્તારોજમીનની કિંમતના ૬૦%
જિલ્લા કક્ષાએ ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના થશે જમીનનો સાચો બજાર ભાવ નક્કી કરવા અને વળતર અંગેના વિવાદોના નિરાકરણ માટે દરેક જિલ્લામાં એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે.

ચેરમેન: જિલ્લા કલેક્ટર (Collector) સભ્યો: જમીનમાલિકોના (ખેડૂતોના) પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર (TSP) ના પ્રતિનિધિ.
મૂલ્યાંકન પદ્ધતિ: આ કમિટી ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (IBBI) દ્વારા માન્યતા પ્રાપ્ત ૩ સરકારી મૂલ્યાંકનકારો (Valuers) પાસે જમીનની સાચી કિંમતનું આંકલન કરાવશે.
કામ શરૂ થતા પહેલા એડવાન્સ ચુકવણી અને અન્ય મહત્વના નિયમો ડિજિટલ પેમેન્ટ: વળતરની રકમમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રખાશે. વળતર સીધું જ ખેડૂતના બેંક ખાતામાં Digital Banking, RTGS કે NEFT દ્વારા જમા કરાશે.
ખેડૂતની સંમતિ જરૂરી: વીજલાઈન કે ટાવરનું કામ શરૂ કરતાં પહેલાં ખેડૂતની સંમતિ લેવાની રહેશે અને કામ શરૂ થાય તે પહેલાં જ વળતરની એડવાન્સ ચુકવણી કરવાની રહેશે.
પાક નુકસાનીનું વળતર: ખેતરમાં ઊભા પાકને થતા નુકસાનના મૂલ્યાંકન માટે જે-તે સમયના APMC (માર્કેટ યાર્ડ)ના ચાલુ દરો ધ્યાને લેવામાં આવશે.કઈ લાઈનોને લાગુ પડશે?: આ ઐતિહાસિક ઠરાવ રાજ્યમાં નંખાતી તમામ નવી તેમજ હાલમાં કામગીરી પ્રગતિમાં હોય તેવી તમામ ૬૬ KV (કિલોવોલ્ટ) અને તેથી વધુ વીજભાર ધરાવતી ટ્રાન્સમિશન લાઈનોના કામો માટે સમાન રીતે લાગુ પડશે.સરકારના આ સત્તાવાર જીઆર બાદ લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે



