SAGBARA

દેડિયાપાડાના ઘનખેતર ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારી હત્યા, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો,

દેડિયાપાડાના ઘનખેતર ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારી હત્યા, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

દેડિયાપાડા, તા. 04 જુલાઈ: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઘનખેતર ગામમાં પિતા દ્વારા પોતાના જ પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરાયાની ચકચારભરી ઘટના સામે આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે.

 

પોલીસ ફરિયાદ મુજબ, નૂરજીભાઈ ઉબડિયાભાઈ વસાવા, રહે. ઘનખેતર, તા. દેડિયાપાડા, જિ. નર્મદાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. 02/07/2026ના રોજ રાત્રે આશરે 10:00 વાગ્યે જડિયાભાઈ ઉબડિયાભાઈ વસાવાએ પોતાના પુત્ર હેમંતભાઈ જડિયાભાઈ વસાવા સાથે ઘરની અંદર અંદર જ ના પડવા છતા કુદરતી હાજતે બેઠેલ હતા જે બાબતે થયેલા વિવાદને લઈને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ કુહાડી વડે ગરદન તેમજ ડાબા હાથના બાવળાના ભાગે જીવલેણ ઘા માર્યા હતા. ગંભીર ઇજાઓના કારણે હેમંતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

ઘટનાની જાણ થતાં જ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. શિરસાઠના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઝડપી કાર્યવાહી કરીને પોલીસે આરોપી જડિયાભાઈ ઉબડિયાભાઈ વસાવાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ બનાવને લઈને ઘનખેતર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી પોલીસે ગુનાનો વધુ તપાસક્રમ શરૂ કર્યો છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!