CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ

તા.05/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તેમજ લેન્ડ કમિટીની બેઠક યોજવામાં આવી હતી તાલુકા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સરકારી વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપી અને સમયબદ્ધ નિકાલ લાવવાનો, અગાઉ લેવાયેલા નિર્ણયોનો અમલ સુનિશ્ચિત કરવાનો, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણની સમીક્ષા કરવાનો તેમજ તાલુકા સ્તરે વિકાસલક્ષી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે આ હેતુને ધ્યાનમાં રાખી બેઠકમાં ભાગ-૧ ના પત્રક ક્રમાંક ૧ થી ૯ તથા ભાગ-૨ હેઠળના વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન નીચેના મહત્વના નિર્ણયોમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી ઋતુ માટેની તમામ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી ચોમાસાની ઋતુ દરમિયાન વીજ પુરવઠાને લગતા પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે માટે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે દર ૧૫ દિવસે સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઘારઈ ગામે વીજચોરી થતી હોવાની બાબતને ગંભીરતાથી લઈ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ચોટીલા નગરપાલિકાને બાકી વસુલાતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી થાન–મોરથળા રોડના કામમાં નડતરરૂપ પી.જી.વી.સી.એલ.ના વીજ થાંભલાઓ તાત્કાલિક હટાવવા સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી હતી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજના વિતરણમાં કૂપન ફરજિયાત આપવાની સૂચના આપવામાં આવી છે CBDC કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી. ગુણવત્તાયુક્ત જથ્થો પહોંચાડવા તેમજ તેની નિયમિત ગુણવત્તા ચકાસણી કરવા સૂચના આપવામાં આવી કાળાસર ગામની લેન્ડ કમિટીમાં રજૂ થયેલ કુલ ૨૯ અરજીઓનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો બેઠકમાં ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, મામલતદાર થાનગઢ, ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, નાની મોલડી, તાલુકા વિકાસ અધિકારી થાનગઢ, ચોટીલા, ચીફ ઓફીસર ચોટીલા તથા થાનગઢ નગરપાલીકા, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા થાનગઢ, ચોટીલા, નાયક કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ થાનગઢ, ચોટીલા, તાલુકા હેલ્થ ઓફિસર થાનગઢ, ચોટીલા, રેન્જ ફોરેસ્ટ અધિકારી થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર ઝેટકો થાનગઢ, ચોટીલા, નાયક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (પંચાયત) થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિભાગ થાનગઢ, ચોટીલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી થાનગઢ, ચોટીલા, ડેપો મેનેજર થાનગઢ, ચોટીલા, નાયબ મામલતદાર ઇ-ઘરા, મામલતદાર કચેરી ચોટીલા, નાયબ મામલતદાર ઇ-ઘરા, મામલતદાર કચેરી થાનગઢ, નાયબ મામલતદાર પુરવઠા, મામલતદાર કચેરી ચોટીલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ વિભાગોના અધિકારીઓને વિભાગો વચ્ચે સુમેળપૂર્ણ સંકલન જાળવી કામગીરી કરવા, લોકોની ફરિયાદોનો સમયબદ્ધ અને સંતોષકારક નિકાલ લાવવા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન આવશ્યક જાહેર સેવાઓમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તે માટે સતત સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!