દાહોદ સબ જેલમાં ‘લાફીંગ’ શિબીર યોજાઈ“હાસ્ય એ એવી દવા છે, જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે.”

તા.૦૫.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં ‘લાફીંગ’ શિબીર યોજાઈ“હાસ્ય એ એવી દવા છે, જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે.”
જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને ખાસ સૂચના અનુસાર “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન અંતર્ગત આજરોજ દાહોદ સબ જેલ ખાતે જેલ સ્ટાફ કર્મચારીઓ તથા બંદીવાનો માટે ‘લાફીંગ’ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબીરમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ લાફીંગ એક્સરસાઇઝ, હળવા યોગાસન તથા સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સહભાગી બની આનંદમય વાતાવરણ સર્જ્યું હતું.લાફીંગ થેરાપી વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. હસવાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, તણાવ અને ચિંતા ઘટે છે, મન પ્રફુલ્લિત રહે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નિયમિત હાસ્ય વ્યક્તિના મનોબળને મજબૂત બનાવે છે, પરસ્પર સંબંધોમાં સૌહાર્દ વધારે છે અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાસ્ય એ એવી દવા છે, જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે. જેલ જેવા સંવેદનશીલ વાતાવરણમાં આવી પ્રવૃત્તિઓ બંદીવાનોમાં માનસિક સંતુલન જાળવવા, હકારાત્મક પરિવર્તન લાવવા, આત્મચિંતન અને આત્મસુધારણાની ભાવના વિકસાવવા તેમજ જેલ સ્ટાફ અને બંદીવાનો વચ્ચે સુમેળપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવામાં સહાયક બને છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જેલોમાં માનવીય મૂલ્યો, સ્વસ્થ જીવનશૈલી અને પુનર્વસનના ઉદ્દેશોને વધુ બળ મળે છે.શિબીરના અંતે સૌએ નિયમિત હાસ્ય, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો“હસતા રહો અને હસાવતા રહો, કારણ કે ખુશીઓ વહેંચવાથી વધે છે.”





