
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વલસાડના લોકલાડીલા સાંસદ અને દંડક ને ખેરગામ સ્થિત રામજી મંદિર ખાતે રૂબરૂ મળી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે મુંબઈ–મહુવા ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તેમજ સુરત–મહુવા ટ્રેનને સુરતથી આગળ વધારી વલસાડ સુધી લંબાવવામાં આવે. આ માંગણી સ્વીકારવામાં આવે તો વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના હજારો મુસાફરોને સીધો લાભ મળશે.બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ , અને જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ દર્શન માટે જાય છે. ટ્રેનની આ સુવિધા ઉપલબ્ધ બનવાથી યાત્રાળુઓને સરળ,સુવિધાજનક અને સમયબચતભરી મુસાફરીનો લાભ મળશે. સાંસદશ્રી ધવલભાઈ પટેલે બ્રહ્મ સમાજની રજૂઆતને ગંભીરતાથી સાંભળી સંબંધિત રેલવે સત્તાધિકારીઓ અને રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



