INTERNATIONAL

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો, ભારત 125 માં સ્થાને સરકી ગયું !!!

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો છે, જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. અમેરિકા અને ફ્રાન્સ પણ ટોચના 10 માંથી બહાર થઇ ગયા છે.

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 125 માં સ્થાને સરકી ગયું છે. ગયા વર્ષે થોડો સુધારો થયો હોવા છતાં તે ટોચના 100 ની બહાર રહ્યુ છે. 2021 અને 2023 વચ્ચે 127 માં સ્થાનથી વધીને 2025 માં 124 માં સ્થાન મેળવ્યા પછી દેશનો રેન્કિંગ ફરી એકવાર નીચે ગયો છે, અને તે હવે ફક્ત 26 સ્થળોએ વિઝા વગર મુસાફરીની મંજૂરી આપે છે.

ભારતીય પાસપોર્ટ રેકિંગ નામિબિયાથી નીચે અને ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની પાછળ છે, જ્યારે તે અઝરબૈજાન અને કિર્ગિસ્તાનથી આગળ છે. ભારતીય પાસપોર્ટ ધારકો ભૂતાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોમાં વિઝા વગર અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે.

જોકે તેમને હજુ પણ અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 88 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડે છે.

ભારતના પડોશી દેશોમાં ચીન 104મા ક્રમે છે, જે ભારત (125મા) કરતા આગળ છે. જોકે ભારત અન્ય ઘણા દક્ષિણ એશિયાઈ દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 166મા ક્રમે છે, નેપાળ 164મા ક્રમે છે અને પાકિસ્તાન 188મા ક્રમે છે, જે આ ઇંડેક્સમાં સૌથી નીચા ક્રમોમા છે.

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ટોચના 10 યાદીમાં મોટાભાગે યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક મુસાફરી ગતિશીલતામાં ખંડની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

નોંધનીય છે કે, અમેરિકા અને ફ્રાન્સ બંને 11મા ક્રમે છે, ટોચના 10માં સ્થાન મેળવવાથી થોડા અંતરે ચૂકી ગયા છે, જ્યારે કેનેડા 13મા ક્રમે છે. જેથી દુનિયામાં સૌથી તાકતવર પાસપોર્ટના મામલામાં યૂરોપ સ્પષ્ટ રૂપે સૌથી આગળ જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!