AMRELI CITY / TALUKORAJULA

રાજુલામાં પૂરગ્રસ્તોની મદદે બીએપીએસ: ૪૬૯ ફૂડ પેકેટ સરકારને સુપ્રત

સેવા પરમ ધર્મ નું સૂત્ર સાર્થક કરતી આ સંસ્થા

યોગેશ કાનાબાર અમરેલી

રાજુલામાં પૂરગ્રસ્તોની મદદે બીએપીએસ: ૪૬૯ ફૂડ પેકેટ સરકારને સુપ્રત

અમરેલી/રાજુલા

રાજુલા ખાતે છેલ્લા ૩૬ કલાક દરમિયાન અંદાજિત ૧૨થી ૧૩ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા રાજુલા શહેર તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારો અને વડ, ભસાદર, ભરાઈ, રામપરા સહિતના ગામોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. અનેક પરિવારોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત લોકોને ખાવા-પીવાની મુશ્કેલી ઉભી થતાં રાજુલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા બીએપીએસ સંસ્થા, રાજુલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીએપીએસ મંદિર, મહુવા દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી અંદાજિત ૪૬૯ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા.

આ ફૂડ પેકેટો આજે રાજુલાના મામલતદાર શ્રી હરેશભાઈ પુરોહિતને સાધુ યોગીપુરુષદાસજી તથા સાધુ નારાયણસેવકદાસજીની ઉપસ્થિતિમાં સરકારશ્રીને વિતરણ માટે સુપ્રત કરવામાં આવ્યા.

આ કુદરતી આફતની ઘડીએ બીએપીએસ સંસ્થાની માનવસેવાની કામગીરીને સ્થાનિક લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!