MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલ બાગ સેવાસદનમાં ગંદકીનું સામ્રાજ્ય: ગટર અને વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

 

MORBI:મોરબીના લાલ બાગ સેવાસદનમાં ગંદકીનું સામ્રાજ્ય: ગટર અને વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

 

મોરબીના પ્રખ્યાત લાલ બાગ સેવાસદન કેમ્પસમાં હાલ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા થોડા દિવસોથી ગટર અને વરસાદનું પાણી એકસાથે ભેગું થઈ જવાને કારણે સમગ્ર વિસ્તારમાં કીચડનું ભારે સામ્રાજ્ય સર્જાયું છે. સેવાસદન જેવા મહત્વના સરકારી સંકુલમાં જ આવી ગંદકી જોવા મળતા અરજદારો અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લાલ બાગ સેવાસદન ખાતે રોજબરોજ સેંકડો નાગરિકો પોતાના સરકારી કામકાજ અર્થે આવતા હોય છે. પરંતુ હાલમાં રસ્તાઓ પર કીચડના જાડા થર જામી જવાને કારણે અહીંથી પસાર થતા અનેક વાહનચાલકો અને રાહદારીઓ સ્લીપ થઈ રહ્યા છે. ટૂંક સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર ભીતિ પણ સેવાઈ રહી છે. વાહનો સ્લીપ થવાના કારણે નાની-મોટી ઈજાઓ થવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

સરકારી કચેરીઓના આ મુખ્ય કેન્દ્ર પર ફેલાયેલી ગંદકી અને દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓમાં આ મામલે ભારે આક્રોશ છે. લોકોની એક જ માંગ છે કે તંત્ર ઊંઘમાંથી જાગે અને આ ગંભીર સમસ્યાનો વહેલી તકે ત્વરિત અને કાયમી ઉકેલ લાવે.

Back to top button
error: Content is protected !!