MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધામાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલનો શાનદાર વિજય 

 

MORBI:મોરબી જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધામાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલનો શાનદાર વિજય

 

મોરબી ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ–2026 અંતર્ગત New Era Global Schoolના રમતગમત મેદાન પર ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ અને ગ્રીનવેલી સ્કૂલ વચ્ચે રોમાંચક ફૂટબોલ મેચ યોજાઈ હતી. જેમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમવર્ક, શિસ્ત અને રમતની કુશળતાનું પ્રદર્શન કરી શાનદાર વિજય મેળવ્યો હતો.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી ડી. બી. પાડલીયા સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાર્દિક પાડલીયા સર તથા પૂજા પાડલીયા વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બંને ટીમના કોચ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ સતત અગ્રેસર રહી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ, યોગ્ય તાલીમ અને પ્રતિભા વિકસાવવાની તકો પૂરી પાડી રહી છે. આ શાનદાર સિદ્ધિ બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા વિજેતા ખેલાડીઓ, કોચ અને સમગ્ર સ્પોર્ટ્સ ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. “શિક્ષણમાં શ્રેષ્ઠતા અને રમતગમતમાં આગવી ઓળખ — ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની વિશેષતા.”

Back to top button
error: Content is protected !!