SURAT સુરત ખાતે ‘સૈનિક કુમાર છાત્રાલય’માં પ્રવેશ પ્રક્રિયા શરૂ: પૂર્વ સૈનિકોના સંતાનોને મળશે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ




SURAT સુરત ખાતે ‘સૈનિક કુમાર છાત્રાલય’માં પ્રવેશ પ્રક્રિયા શરૂ: પૂર્વ સૈનિકોના સંતાનોને મળશે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ

ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગૌરવ સેનાની ભવનનો સંપર્ક કરવા અનુરોધ
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે સુરતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થી તરીકે અભ્યાસ અર્થે આવતા સૈનિકોના પુત્રો માટે સુરત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી હસ્તકના ‘ગૌરવ સેનાની ભવન’ ખાતે ‘સૈનિક કુમાર છાત્રાલય’નું આધુનિક નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની ઉત્કૃષ્ટ સગવડ પૂરી પાડવામાં આવશે.
આ સુવિધાજનક છાત્રાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે એડમિશન મેળવવા ઈચ્છતા પૂર્વ સૈનિકો અને વાલીઓએ સંબંધિત કચેરીનો રૂબરૂ સંપર્ક સાધીને નિયત પ્રવેશ ફોર્મ મેળવી લેવાના રહેશે અને તમામ વિગતો ભરીને સત્વરે ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ પ્રવેશ પ્રક્રિયા, નિયમો અને અન્ય વિગતવાર માહિતી માટે રસ ધરાવતા વાલીઓ સત્તાવાર ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ પર સીધો સંપર્ક સાધી શકે છે, તેમ સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.



