શ્રી જલારામ મંદિર થરા અને રૂની પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.!
બ. કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિ માં કાર્યક્રમ સંપન્ન.!

શ્રી જલારામ મંદિર થરા અને રૂની પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.!
————————————-
બ. કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિ માં કાર્યક્રમ સંપન્ન.!
————————————–
ઓગડ તાલુકાનાં મુખ્ય મથક થરા હાઇવે સ્થિત શ્રી જલારામ મંદિર અને રૂની પાંજરાપોળ ખાતે બ.કાં. જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ઓગડ તાલુકા ભાજપ પ્રમુખ ગોકુળભાઈ દેસાઈ,રૂની પાંજરાપોળના પ્રમુખ ધિરજકુમાર શાહ સહિત સમગ્ર અગ્રણીઓ,કાર્યકરો,પત્રકાર મિત્રો ઉપસ્થિતિમાં ૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણ જાળવણી અને હરિયાળી થરા માટેના આ ઉપક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે લોકોને અપીલ કરી હતી. મહામંત્રી રમેશભાઈ જોશી,ગીરાબેન શાહ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,કિસાન મોરચાના ઉમેશ પ્રજાપતિ,સી.વી.ઠાકોર, ડી. આઈ. ઠક્કર,વિનુભા ઝાલા, અમૃત ઠાકોર,ચંદ્રકાંત બારોટ, નિરંજન ઠક્કર ,ભલુભા વાઘેલા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530






