MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉદ્યોગપતિની ગ્રાહક અદાલતમાં મોટી જીત: એરબસના ભાડાનો વીમો ન ચૂકવતી ICICI લોમ્બાર્ડ કંપનીને ગ્રાહક કોર્ટે ફટકાર્યો દંડ

 

MORBI:મોરબીના ઉદ્યોગપતિની ગ્રાહક અદાલતમાં મોટી જીત: એરબસના ભાડાનો વીમો ન ચૂકવતી ICICI લોમ્બાર્ડ કંપનીને ગ્રાહક કોર્ટે ફટકાર્યો દંડ

 

 

કોરોના મહામારી દરમિયાન ગંભીર સ્થિતિમાં સારવાર માટે એરબસ (એર એમ્બ્યુલન્સ) દ્વારા ચેન્નાઈ ખસેડાયેલા મોરબીના જાણીતા ઉદ્યોગપતિનો વીમો નકારવો વીમા કંપનીને ભારે પડ્યો છે. મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કરાયેલા કેસમાં ગ્રાહક અદાલતે ઐતિહાસિક ચુકાદો આપીને આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને રૂા. ૭,૯૬,૯૫૬ વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કર્યો છે.

મોરબીના વતની અને ઉદ્યોગપતિ ભાર્ગવભાઈ જમનાદાસભાઈ ફેફરને કોરોના સંક્રમણ થતાં તા. ૧૮/૦૪/૨૧ થી ૨૬/૦૪/૨૧ દરમિયાન રાજકોટની શેલસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયતમાં સુધારો ન થતાં અને સ્થિતિ અત્યંત નાજુક જણાતા, તાત્કાલિક એરબસ (એર એમ્બ્યુલન્સ) મારફતે તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા.

ભાર્ગવભાઈ પાસે રૂા. ૧૦ લાખની મેડિકલ પોલિસી હોવા છતાં, આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ કંપનીએ માત્ર રૂા. ૨,૦૩,૦૪૪ મંજૂર કર્યા હતા અને બાકીની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ એવો બચાવ કર્યો હતો કે પોલિસીના કરાર મુજબ એરબસની સુવિધા ઉપલબ્ધ નથી અને તેના માટે વધારાનું પ્રીમિયમ ભરવામાં આવ્યું નથી, તેમજ આ માટે ડૉક્ટરનો કોઈ સત્તાવાર અભિપ્રાય નથી.

અન્યાય સામે ભાર્ગવભાઈએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો અને ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી દરમિયાન ગ્રાહક અદાલતના ન્યાયમૂર્તિએ વીમા કંપનીની દલીલોને ફગાવી દેતા જણાવ્યું કે:”ગ્રાહક નિયમિત રીતે વર્ષોથી પ્રીમિયમ ભરે છે. જ્યારે દર્દીના જીવનું જોખમ હોય ત્યારે સવાલ કટોકટીનો બની જાય છે.”ગ્રાહક કોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો છે કે:પોલિસીની મર્યાદા મુજબ બાકી નીકળતી રકમ રૂા. ૭,૯૬,૯૫૬ તા. ૦૭/૧૧/૨૫ થી ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવવી.

ફરિયાદીને થયેલી હેરાનગતિ બદલ રૂા. ૫,૦૦૦ કોર્ટ ખર્ચ પેટે ચૂકવવા.જો આ રકમ બે માસની સમયમર્યાદામાં ચૂકવવામાં નહીં આવે, તો કંપનીએ ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે.

આ કિસ્સા અંગે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, કોઈપણ મેડિકલ કે અન્ય પોલિસી લેતા પહેલાં ગ્રાહકોએ કંપનીના નિયમો અને શરતોની બારીકાઈથી તપાસ કરવી જોઈએ.

જો કોઈપણ ગ્રાહકને અન્યાય થાય, તો ન્યાય મેળવવા માટે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પદાધિકારીઓનો સંપર્ક કરી શકાય છે:લાલજીભાઇ મહેતા (પ્રમુખ): ૯૮૨૫૭ ૯૦૪૧૨ -હિતેષભાઈ મહેતા (ઉપ પ્રમુખ): ૯૯૭૮૯ ૮૩૯૮૬ -રામભાઈ મહેતા (મંત્રી): ૯૯૦૪૭ ૯૮૦૪૮

Back to top button
error: Content is protected !!