MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, પણ લડત યથાવત: ‘પાર્ટ-૩’ માટે બેઠકોનો ધમધમાટ શરૂ

 

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, પણ લડત યથાવત: ‘પાર્ટ-૩’ માટે બેઠકોનો ધમધમાટ શરૂ

 

મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે છેલ્લા ૧૯ દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે અંત આવ્યો છે. જો કે, ખેડૂત સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, આંદોલન નહીં. સરકારે જાહેર કરેલો વળતર વધારો ખેડૂતોની માંગ મુજબ ન હોવાથી હવે ‘આંદોલન પાર્ટ-૩’ના મંડાણ કરવામાં આવ્યા છે.

વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે જેતપર ખાતે ખેડૂતો મક્કમતાથી આંદોલન ચલાવી રહ્યા છે. આ લડત દરમિયાન આજે ૧૯મા દિવસે ૮ ઉપવાસી ખેડૂતોને દામજીભગત અને ગામની દીકરીઓના હસ્તે પારણા કરાવી ઉપવાસ છોડાવવામાં આવ્યા હતા.

મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી, રાકેશભાઈ શીવલાલ અમૃતિયા (કારુકાકા), નેહુલભાઈ ધીરજલાલ અમૃતિયા (જેતપર), રામજીભાઈ નાનજીભાઈ ભાડજા (જેતપર), નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા (જેતપર), મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા (વાંકીયા), અરવિંદભાઈ રામજીભાઈ અઘારા (જેતપર) અને વલ્લભભાઈ ડાયાલાલ અઘારા (જેતપર).’આંદોલન પાર્ટ-૩’નું રણશિંગું: ગુજરાતભરના ખેડૂતોનો અભિપ્રાય લેવાશે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકારે તાજેતરમાં વળતરમાં જે સુધારો કર્યો છે તે ખેડૂતોને મંજૂર નથી. આથી ગુજરાતના તમામ ગામોના ખેડૂતો બેઠક યોજીને સરકારના સુધારા અંગે પોતાનો લેખિત અભિપ્રાય નિયત ફોર્મેટમાં મોકલે. ત્યારબાદ જિલ્લાવાઈઝ ખેડૂતોને જેતપર બોલાવીને ‘પાર્ટ-૩’ની મજબૂત વ્યૂહરચના ઘડવામાં આવશે.ખેડૂતોએ જણાવ્યા અનુસાર, આગામી રણનીતિ નક્કી કરવા માટે જેતપરની રામ વાડી ખાતે બે તબક્કામાં તમામ જિલ્લાના પ્રતિનિધિઓની મહત્ત્વની બેઠકોનું આયોજન કરી આરપારની લડાઈને આખરી ઓપ આપશે.

Back to top button
error: Content is protected !!