MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જડેશ્વર કોમ્પ્લેક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપીઓ ફરાર

 

MORBI:મોરબીમાં જડેશ્વર કોમ્પ્લેક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપીઓ ફરાર

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને માધાપર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે, પોલીસ રેડ દરમિયાન બે આરોપીઓ સ્થળ પરથી મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે માધાપર જડેશ્વર મંદિરની બાજુમાં આવેલા જડેશ્વર કોમ્પ્લેક્સના પ્રથમ માળે એક દુકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાનમાં દરોડો (રેડ) પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન દુકાનમાંથી વિદેશી દારૂની કુલ ૩૫ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૨૦૦/- આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસની રેડ દરમિયાન દુકાન માલિક કે સંચાલકો સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ મામલે તપાસ કરતા નીચે મુજબના બે આરોપીઓના નામ સામે આવ્યા છે:સમીર શેરાઅલીભાઈ મોવર (રહે. મોરબી) હાજરાબેન શેરાઅલીભાઈ મોવર (રહે. મોરબી) હાલમાં સિટી એ ડિવિઝન પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!