MORBI:મોરબીના મકનસરમાં પાનની દુકાન પાછળ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ જુગારીઓ ઝડપાયા




MORBI:મોરબીના મકનસરમાં પાનની દુકાન પાછળ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ જુગારીઓ રૂ. ૧૧,૧૫૦ની રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસની ટીમે મકનસર ગામમાં એક સફળ રેઇડ કરીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે હેડ પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે મકનસર ગામમાં આવેલા ‘બહુચર પાન’ની પાછળના ખુલ્લા પ્લોટમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન જાહેરમાં તીનપત્તીના જુગારની રમત જમાવીને બેઠેલા છ ઇસમો પોલીસના સકંજામાં આવી ગયા હતા.પોલીસે સ્થળ પરથી ૬ શખ્સોની અટકાયત કરી છે:૧. ધીરૂભાઈ ભવનભાઈ થરેસા (ઉં.વ. ૪૭) ૨. મહેશભાઈ ધીરૂભાઈ દેગામા (ઉં.વ. ૨૮) ૩. જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (ઉં.વ. ૨૬) ૪. ચેતનભાઈ ચંદુલાલ ઘાટલીયા (ઉં.વ. ૩૦) ૫. જયંતીભાઈ પરસોત્તમભાઈ ઝંઝવાડિયા (ઉં.વ. ૪૫) ૬. વિજયભાઈ જગમલભાઈ થરેસા (ઉં.વ. ૩૨) મુદ્દામાલની જપ્તી અને ગુનો દાખલ:પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૧,૧૫૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


