MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી એપાર્ટમેન્ટમાં પાણી મુદ્દે યોજાયેલી મીટિંગમાં ડખો, પિતા-પુત્રએ આધેડ પર ધારીયા અને ધોકા વડે કર્યો જીવલેણ હુમલો

 

MORBI:મોરબી એપાર્ટમેન્ટમાં પાણી મુદ્દે યોજાયેલી મીટિંગમાં ડખો, પિતા-પુત્રએ આધેડ પર ધારીયા અને ધોકા વડે કર્યો જીવલેણ હુમલો

 

 

શહેરમાં પાણી પુરવઠો ન આવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણીના પ્રશ્ને યોજાયેલી મીટિંગ બાદ પિતા-પુત્રએ એકસંપ થઈને એક આધેડ પર લાકડાના ધોકા અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર-ઘુનડા રોડ પર, રવાપર રેસિડેન્સી સામે આવેલી ધર્મ ભક્તિ સોસાયટીના ‘રામ પ્રસાદ એપાર્ટમેન્ટ’માં ત્રીજા માળે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ ત્રિકમજીભાઈ શેરશીયા (ઉં.વ. ૫૭) એ આ જ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સંજયભાઈ મોતિભાઈ રાજપરા તથા તેમના પિતા મોતિભાઈ રાજપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગઇકાલે એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે એક મીટિંગ યોજાઈ હતી. જેમાં આરોપી સંજયભાઈના ઘરે પાણી આવતું ન હોવાથી તેમણે રજૂઆત કરી હતી. આ દરમિયાન ફરિયાદી રમેશભાઈએ જણાવ્યું હતું કે, “જ્યારે પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે.” આ સામાન્ય વાત સંજયભાઈને દિલમાં લાગી ગઈ હતી અને તેમણે રમેશભાઈ સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર જ ઝઘડો અને બોલાચાલી કરી હતી.આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને બંને આરોપીઓએ રાત્રિના સમયે એપાર્ટમેન્ટની બહાર શેરીમાં રમેશભાઈને આંતર્યા હતા.આરોપી સંજયભાઈએ લાકડાના ધોકા વડે રમેશભાઈના માથાના ભાગે ત્રણ ઘા ઝીંકી દીધા હતા.આરોપી પિતા મોતિભાઈએ ધારીયા જેવા અણીદાર હથિયાર વડે રમેશભાઈના ડાબા હાથ પર અને પેટના ભાગે ઘા માર્યા હતા.આ હુમલાને કારણે રમેશભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ છે તેમજ માથા અને પેટના ભાગે લોહીલુહાણ ઘા વાગ્યા છે. હુમલો કર્યા બાદ આરોપીઓએ આધેડને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ફરિયાદી રમેશભાઈ શેરશીયાની ફરિયાદના આધારે પિતા-પુત્ર વિરુદ્ધ આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને બંનેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!