MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: રોડ-રસ્તાની ખરાબ હાલતથી પરેશાન મહિલાઓનો મનપા કચેરીએ મોરચો; ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

 

MORBI:મોરબી: રોડ-રસ્તાની ખરાબ હાલતથી પરેશાન મહિલાઓનો મનપા કચેરીએ મોરચો; ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

 

હવે તો નો ભાજપને મતનો દેવાય કે ન કોંગ્રેસને દેવાય હવે તો ખેડૂતની સરકાર બને તો ખેડૂતની સરકારને જ મત દેવાય સ્થાનિક રહેવાસી :ઝાલરીયા ભારતીબેન

મોરબી: મોરબીના પટેલનગર અને ખોડીયાર પાર્ક વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી રોડ ન બનતા સ્થાનિક મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા મોટા ખાડા અને ભરાયેલા પાણીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા, આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્રિત થઈને મહાનગરપાલિકા (મનપા) કચેરીએ ઉગ્ર મોરચો માંડ્યો હતો.કચેરી ખાતે ભેગી થયેલી મહિલાઓએ તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘નારી શક્તિ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

સ્થાનિક મહિલા અગ્રણીએ રોષે ભરાઈને જણાવ્યું કે, “અમારે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. નગરપાલિકામાં ધક્કા ખાઈને અમે થાકી ગયા છીએ. અધિકારીઓ દર વખતે ‘કામ થઈ જશે’ તેવા ખોટા વાયદા આપીને અમને ઘરે મોકલી દે છે, પણ વાસ્તવમાં કોઈ કામ થતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “રસ્તાઓ પર એટલા ખાડા છે કે નાના બાળકોને લાવવા-લઈ જવામાં પણ અકસ્માતનો ભય રહે છે. કેટલીક મહિલાઓ લપસી પડવાના કારણે ઈજાગ્રસ્ત પણ થઈ છે. જો આવી જ હાલત રહેશે, તો આગામી સમયમાં આવનારી ચૂંટણીઓનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીશું. જે પક્ષ કે સરકાર કામ કરશે, તેને જ અમારો સપોર્ટ મળશે.”

મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષના નેતાઓ તેમની સમસ્યા તરફ ધ્યાન આપતા નથી. માત્ર ચૂંટણી સમયે જ મતો માંગવા માટે ઘરે-ઘરે આવે છે. આ વખતે જ્યાં સુધી રસ્તાનું પાકું કામ નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ પક્ષને વિસ્તારમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક રહેવાસી ઝાલરીયા ભારતીબેન

પુષ્પાબેન ઝાલરીયા સ્થાનિક રહેવાસી જણાવ્યું કે :શહેરના પટેલનગર અને ખોડિયાર પાર્ક વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી પાકા રસ્તાઓ ન બનતા સ્થાનિક મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. રોડની બિસ્માર હાલતથી ત્રસ્ત મહિલાઓએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈને મોરબી મહાનગરપાલિકા (મનપા) કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તેમના વિસ્તારના રસ્તાઓ બનાવવામાં નહીં આવે, તો તેઓ આવનારી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

તાત્કાલિક પાકા રોડની માગ: સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા માત્ર કપચી નાખીને સંતોષ માની લેવાય છે, જેના કારણે ચોમાસામાં કપચી ધોવાઈ જાય છે અને મોટા-મોટા ખાડા પડી જાય છે. મહિલાઓએ મનપાના અધિકારીઓ સામે સ્પષ્ટ માગ કરી છે કે હવે માત્ર કપચી કામ નહીં, પરંતુ પ્રોપર પાકો રોડ બનાવવામાં આવે.અકસ્માતનો ભય: વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું કે દર ચોમાસામાં અહીં પાણી ભરાઈ જવાના કારણે અને ખાડાઓને લીધે વાહનચાલકો તેમજ શાળાએ જતા બાળકો અને વડીલો લપસી પડે છે. ઘણા લોકોના હાથ-પગ ભાંગવાના પણ બનાવો બન્યા છે.વારંવારની રજૂઆતો છતાં ઉપેક્ષા: સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ દર વર્ષે રજૂઆત કરવા આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર અસ્થાયી પુરાણ કરીને કામ પૂરું કરી દેવામાં આવે છે અને કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે મહિલાઓના આ ઉગ્ર આંદોલન બાદ મનપા તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારના રસ્તાઓનું નસીબ ક્યારે બદલાય છે.

 

Back to top button
error: Content is protected !!