ખોલવડમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ: રેખાબેન સંઘાણીની રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં

કામરેજ, પ્રતિનિધિ: કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં આવેલી અમૃતકુંજ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા તથા સુરત જિલ્લા મહિલા પ્રમુખ રેખાબેન સંઘાણીએ થોડા દિવસો અગાઉ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
રેખાબેન સંઘાણીએ કામરેજ તાલુકા વિકાસ અધિકારી, સુડા (SUDA)ના અધિકારીઓ તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું હતું કે વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ ઊભી થાય છે.
રજૂઆત બાદ પણ આશરે પાંચથી સાત દિવસ સુધી પ્રશ્નના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી ન થતા રેખાબેન સંઘાણીએ આ મુદ્દાને ફેસબુક અને પ્રેસ મીડિયાના માધ્યમથી ઉજાગર કર્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન મોડમાં આવી સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી અને પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે રોડની ઊંચાઈ વધારવાની કામગીરી કરવામાં આવી.
સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્નના નિરાકરણ માટે થયેલી કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રેખાબેન સંઘાણીએ રહેવાસીઓને વિશ્વાસ આપ્યો કે, જ્યારે પણ વિસ્તારના લોકોને મારી જરૂર પડશે, ત્યારે હું અડધી રાત્રે પણ તેમની સેવામાં હાજર રહીશ અને જનહિતના પ્રશ્નો માટે સતત લડત આપતી રહીશ
પ્રતિનિધિ કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






