SAGBARA

ભારે વરસાદના કારણે ચોપડવાવ ગામે રોડ પર નીલગીરીનું ઝાડ પડતાં તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગ અવરજવર માટે ખુલ્લો કરાયો,

ભારે વરસાદના કારણે ચોપડવાવ ગામે રોડ પર નીલગીરીનું ઝાડ પડતાં તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગ અવરજવર માટે ખુલ્લો કરાયો,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ભારે વરસાદ અને પવનના કારણે ગતરોજ સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે મુખ્ય માર્ગ પર એક વિશાળ નીલગીરીનું ઝાડ ધરાશાયી થતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરિણામે વાહનવ્યવહાર તેમજ સ્થાનિક લોકોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.

 

ઘટનાની જાણ થતાં જ ગામના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જરૂરી સાધનોની મદદથી ઝાડનું કટીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોના સહયોગથી રોડ પર પડેલું ઝાડ સુરક્ષિત રીતે હટાવી માર્ગ સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવ્યો હતો.

 

ઝાડ દૂર કરવાની કામગીરી દરમિયાન સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેથી કોઈ જાનહાનિ કે અન્ય દુર્ઘટના સર્જાઈ ન હતી. માર્ગ ખુલ્લો થતાં વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત્ શરૂ થયો હતો અને સ્થાનિક લોકોને રાહત મળી હતી.

 

સ્થાનિક ગ્રામજનોએ એકતા અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સમયસર કામગીરી પૂર્ણ કરી હતી. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, સાવચેતી રાખવા તેમજ આવી કોઈપણ આકસ્મિક ઘટના અંગે સંબંધિત તંત્રને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં

આવે છે.

 

Back to top button
error: Content is protected !!