શિક્ષણ અને પોષણનો સંદેશ – સુરેલા પ્રાથમિક શાળા અને ત્રણ આંગણવાડીઓમાં
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના જન્મદિવસ નિમિત્તે સેવા શિક્ષણ અને પોષણનો સંદેશ - સુરેલા પ્રાથમિક શાળા અને ત્રણ આંગણવાડીઓમાં

7 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના જન્મદિવસ નિમિત્તે સેવા શિક્ષણ અને પોષણનો સંદેશ – સુરેલા પ્રાથમિક શાળા અને ત્રણ આંગણવાડીઓમાં
સુરેલા પ્રાથમિક શાળા અને 3 આંગણવાડીઓ, પાલનપુરથી 25 કિ.મી. દૂર જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ના જન્મદિવસ નિમિત્તે પરાગભાઈ સ્વામીના સહયોગથી સુરેલા ગ્રામમાં સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું.સુરેલા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5
આદિવાસી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, ચોકલેટ, સ્ટેશનરી અને નાસ્તાનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. 3 આંગણવાડીઓમાં વિતરણ સુરેલા આંગણવાડી.માંડલિયા આંગણવાડી
-રબારણ આંગણવાડી નાના ભૂલકાઓને નોટબુક, ચોકલેટ અને નાસ્તોઆપવામાં આવ્યો.ભેટ મળતાં બાળકો ખુશ થઈ ગયા અને દિલથી આશીર્વાદ આપ્યા. તેમના ચહેરા પરનો આનંદ જ સૌથી મોટી ભેટ હતી.સેવામાં સહભાગી જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, ઘનશ્યામભાઈ ખત્રી, પિન્કીબેન પ્રજાપતિ, તારાબેન પ્રજાપતિ
શાળા પરિવાર આચાર્ય શ્રી અશોકસિંહ ભવાનસિંહ પરમાર, સીતાબેન શાંતિલાલ પ્રજાપતિ, સદાજી ચતુરજી અને સમગ્ર શિક્ષક સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શાળા પરિવાર વતી ઠાકોરદાસ ખત્રી સહિત સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.શિક્ષણ સામગ્રી આપવી એટલે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું.






