SAGBARA

જન્મદિવસે જ જીવનયાત્રાનો અંત: સ્વ. હર્ષભાઈ દિલીપભાઈ વસાવાની બારમાની વિધિ અનોખી રીતે ઉજવાઈ,

જન્મદિવસે જ જીવનયાત્રાનો અંત: સ્વ. હર્ષભાઈ દિલીપભાઈ વસાવાની બારમાની વિધિ અનોખી રીતે ઉજવાઈ,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

ડેડીયાપાડા તાલુકામાં નવાગામ (ડેડી) ખાતે એક ભાવુક અને હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળ્યો હતો. તા. 07/07/2005ના રોજ જન્મેલા સ્વ. હર્ષભાઈ દિલીપભાઈ વસાવાનું દુઃખદ અવસાન પણ 07/07/2026ના રોજ, એટલે કે તેમના જન્મદિવસના જ દિવસે થયું હતું. જન્મ અને અવસાન એક જ તારીખે થતાં પરિવારજનો તેમજ સમાજમાં ભાવુક વાતાવરણ સર્જાયું હતું.

સામાન્ય રીતે બારમાની વિધિમાં ધાર્મિક વિધિ-વિધાન, ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સ્વ. હર્ષભાઈના પરિવારજનોએ તેમની બારમાની વિધિને તેમના જન્મદિવસની યાદ સાથે અનોખી રીતે ઉજવી હતી.

પરિવાર અને સગાસંબંધીઓએ સ્વ. હર્ષભાઈના જીવનને પ્રેમભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ધાર્મિક વિધિઓ સાથે તેમના જન્મદિવસનું પણ સ્મરણ કર્યું. ઉપસ્થિત સૌએ તેમના જીવનપ્રસંગોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

જન્મ અને મૃત્યુ એક જ દિવસે થવાની આ વિરલ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. પરિવારજનોએ જણાવ્યું કે હર્ષભાઈની યાદોને હંમેશા જીવંત રાખવા માટે આ અનોખી રીતે બારમાની વિધિ અને જન્મદિવસનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!