HALOLPANCHMAHAL

ચોમાસામાં સુરક્ષાને ધ્યાને લઈ પાવાગઢ ડુંગર પર રાત્રિના ૧૦ થી સવારના ૦૪ વાગ્યા સુધી પદયાત્રીઓની અવર-જવર પર પ્રતિબંધ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૭.૨૦૨૬

ચોમાસાની ઋતુ દરમિયાન પદયાત્રીઓ અને નાગરિકોની જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પાવાગઢ ડુંગર પર વરસાદના કારણે ભેખડો પડવાના બનાવોને પગલે અકસ્માતો નિવારવા માટે રાત્રિના ૧૦:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૪:૦૦ કલાક સુધી માંચીથી(રેવા પથથી) પગથિયાં માર્ગે મહાકાળી માતાજીના મંદિર તરફ જતી યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે.પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ પ્રતિબંધમાંથી મહાકાળી મંદિર વ્યવસ્થાપક કમિટીના સભ્યો (ટ્રસ્ટીઓ) તેમજ મંદિરના પૂજારીઓને બાકાત રાખવામાં આવ્યા છે,એટલે કે તેઓને આ નિયમ લાગુ પડશે નહીં.આ જાહેરનામું આગામી બે મહિના (તારીખ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૬) સુધી અમલમાં રહેશે. આ સરકારી હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!