GUJARAT

કામરેજ તાલુકા ના શેખપુર ગ્રામ માં ૫ (પાંચ) લાખના સામૂહિક શૌચાલયમાં સુવિધાઓનો અભાવ?

બન્યાને ૩-૪ મહિના જ થયા છતાં પાણી નહીં, દરવાજા ગાયબ, દિવાલોમાં ભેજ; ગામજનોએ ગુણવત્તા અંગે ઉઠાવ્યા સવાલ

પ્રતિનિધિ:-કામરેજ તાલુકાના શેખપુર ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન તથા ૧૫ મુ નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અંદાજિત રૂ. ૫ (પાંચ) લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક શૌચાલય અંગે ગામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામજનોના જણાવ્યા મુજબ શૌચાલયને બન્યાને અંદાજે ૩ થી ૪ મહિના થયા હોવા છતાં આજે પણ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.

સ્થાનિકોના આક્ષેપ મુજબ શૌચાલયમાં હજુ સુધી નિયમિત પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી. કેટલાક દરવાજા ગાયબ હોવાનું પણ જોવા મળે છે. પ્રથમ ચોમાસાના વરસાદ બાદ દિવાલોમાં ભેજ દેખાવા લાગતાં બાંધકામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ગામજનોના જણાવ્યા મુજબ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગામજનોના જણાવ્યા મુજબ નીચેની સુવિધાઓનો અભાવ
નિયમિત પાણીની સુવિધા નથી.
સ્વચ્છતા અને દૈનિક સફાઈનો અભાવ.
હાથ ધોવા માટે નળ, સાબુ અથવા હેન્ડવોશની વ્યવસ્થા નથી.
પૂરતી લાઇટ અને હવાની અવરજવર નથી.
મજબૂત દરવાજા અને અંદરથી લોક કરવાની સુવિધાનો અભાવ.
દિવ્યાંગજનો માટે રેમ્પ અને અનુકૂળ વ્યવસ્થા નથી.
મહિલાઓ માટે સેનિટરી નેપકિન નિકાલની વ્યવસ્થા નથી.
કચરાપેટી ઉપલબ્ધ નથી.
દુર્ગંધ નિયંત્રણ તથા જંતુનાશક દવાનો નિયમિત છંટકાવ થતો નથી.
પાણીની ટાંકી અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અંગે પ્રશ્નો.
રાત્રે ઉપયોગ માટે પૂરતી લાઇટિંગ ઉપલબ્ધ નથી.

આવાસ યોજના સામે જાહેર શૌચાલયની ગુણવત્તા અંગે સવાલ
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો સુડા આવાસ યોજના હેઠળ અંદાજે રૂ. ૪ (ચાર) લાખમાં લાભાર્થીઓને રહેણાંક મકાનનું બાંધકામ શક્ય બને છે, તો અંદાજે રૂ. ૫ (પાંચ) લાખના ખર્ચે બનેલા જાહેર શૌચાલયમાં મૂળભૂત સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી? જોકે આ સરખામણી સ્થાનિકોની ચર્ચા અને પ્રશ્નો પર આધારિત છે.

સંબંધિત નિયમો અને જોગવાઈઓ
1. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) માર્ગદર્શિકા
જાહેર શૌચાલયમાં સતત પાણી, સ્વચ્છતા, જાળવણી અને ઉપયોગલાયક સ્થિતિ જાળવવી જરૂરી ગણાય છે.

2. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગ્રામ પંચાયતને ગામમાં જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓનું સંચાલન તથા જાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

3. 15મું નાણાપંચ (Finance Commission Grant)
જાહેર સુવિધાઓ માટે ખર્ચવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ગુણવત્તાસભર કામ અને જરૂરી સુવિધાઓ સાથે થવો જોઈએ.

તંત્ર સમક્ષ ઉઠતા પ્રશ્નો
શૌચાલય શરૂ થયા બાદ પણ પાણીની સુવિધા કેમ ઉપલબ્ધ નથી?
૩ થી ૪ મહિનામાં જ દરવાજા કેમ ગાયબ થયા?
દિવાલોમાં ભેજ કેમ ઉતરવા લાગી?
બાંધકામની ગુણવત્તાની તકનિકી તપાસ થશે?
કામ પૂર્ણ થયા બાદ ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી?
જાહેર નાણાનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ કરાશે?

ગ્રામ માગણી
ગામજનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તેમજ સંબંધિત વિભાગ પાસે સમગ્ર કામની ટેકનિકલ તપાસ, ગુણવત્તાની ચકાસણી, ખર્ચનું ઓડિટ અને જો કોઈ અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!