THARADVAV-THARAD
ચોરાયેલ બાઈક સાથે રાજસ્થાનમાંથી શખ્સ ઝડપાયો, વાવ-થરાદ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી

- વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પોલીસની એલસીબી ટીમે વાહનચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના સાંચોર જિલ્લાના ચોરાયેલ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નારોલી મુકામેથી એક શંકાસ્પદ બાઈકચાલકને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. બાઈકના દસ્તાવેજો અને માલિકી અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે નંબરના આધારે તપાસ કરતાં બાઈક રાજસ્થાનના સાચોર જિલ્લામાંથી ચોરી થયેલું હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલ આરોપીની ઓળખ ભરતભાઈ ઓખાભાઈ મેઘવાલ (રહે. નારોલી, તા. થરાદ, જી. વાવ-થરાદ) તરીકે થઈ છે. પોલીસે ચોરાઉ મોટરસાયકલ કબજે કરી આરોપીને વધુ પૂછપરછ માટે સાંચોર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.




