સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ


સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. “સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)” અને “સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)” ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર – સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને ‘MY BHARAT KENDRA’ સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે.
આ બેઠકમાં ભારત કેન્દ્ર – સાબરકાંઠા / અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



