THARADVAV-THARAD

“એક પર સીજર હુકમ, હવે તમામ રેશન દુકાનો પર તંત્રની બાજ નજર રહે તેવી કાર્ડધારકોની માંગ!”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ શહેરના જૂના ગંજબજાર વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ પર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન સંચાલક શ્રી એસ. એલ. હડીયલ સંચાલિત દુકાન બંધ હાલતમાં મળી આવી હતી. મામલતદાર કચેરીની ટીમે દુકાનદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. જેના પગલે મામલતદારે તાત્કાલિક કડક વલણ અપનાવી દુકાન પર ‘સીજર હુકમ’ ફરમાવ્યો છે.

સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવતા અનાજના જથ્થાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ભૌતિક ચકાસણી ફરજિયાત માનવામાં આવે છે. પરંતુ આ તપાસ દરમિયાન **વ્યાજબી ભાવની દુકાનોને લાઇસન્સ આપવા બાબતના ‘આદેશ-2004’**ની જોગવાઈઓનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું છે.

તંત્રે સંચાલકને તાત્કાલિક હાજર થઈ દુકાન ખોલવા તેમજ સરકારી અનાજના જથ્થાની ભૌતિક ચકાસણી કરાવવાનો આદેશ આપ્યો છે. સરકારી અનાજ વિતરણ જેવી સંવેદનશીલ વ્યવસ્થામાં આવી બેદરકારી ગરીબ લાભાર્થીઓના હિત સાથે સીધો ચેડાં સમાન હોવાનું પણ તંત્રે સ્પષ્ટ કર્યું છે.

Back to top button
error: Content is protected !!