TANKARA:ટંકારાના હીરાપર ગામ નજીક કારખાનામાં બે ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો




TANKARA:ટંકારાના હીરાપર ગામ નજીક કારખાનામાં બે ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

ટંકારા પોલીસ ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને હીરાપર ગામ નજીક આવેલા એક કારખાનામાંથી ગેરકાયદેસર હથિયારો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસની ટીમને બાતમી મળી હતી કે હીરાપર ગામના પાટિયા પાસે આવેલા ‘ફ્લોરીમ કારખાના’માં ગેરકાયદેસર હથિયાર છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે કારખાનાની સિક્યુરિટી ઓરડીમાં અચાનક દરોડો પાડ્યો હતો.
પોલીસે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉં.વ. ૪૬) નામના શખ્સના થેલાની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન તેના થેલામાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:
દેશી બનાવટની લોખંડની પિસ્તોલ: ૨ નંગ (મેગ્ઝીનવાળી)જીવતા કારતૂસ: ૧૧ નંગ મોબાઈલ ફોન કુલ રૂ. ૪૭,૨૦૦નો મુદ્દામાલ જપ્ત આરોપી પાસે આ ઘાતક હથિયારો રાખવા માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ કે પાસ પરમિટ ન હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આરોપી રાજીવસિંહ ઠાકોરની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો શું ઉપયોગ થવાનો હતો, તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.



