HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પોલીસ દ્વારા: ‘CEIR’ પોર્ટલની મદદથી રૂા. ૩.૮૦ લાખની કિંમતના ૧૯ ખોવાયેલા મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા

 

HALVAD:હળવદ પોલીસ દ્વારા: ‘CEIR’ પોર્ટલની મદદથી રૂા. ૩.૮૦ લાખની કિંમતના ૧૯ ખોવાયેલા મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા

 

 

“પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને હળવદ પોલીસે વધુ એક વખત સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ, સ્ટાફ દ્વારા ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને અરજદારોના ખોવાયેલા અને ચોરાયેલા કરોડોની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સ્ટાફને નાગરિકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે હળવદ પોલીસની ટીમે કેન્દ્ર સરકારના “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલનો આધુનિક અભિગમ અપનાવ્યો હતો.પોલીસ સ્ટાફે આ પોર્ટલ પર ગુમ થયેલા મોબાઈલની વિગતોની એન્ટ્રી કરી, સતત મોનિટરિંગ રાખ્યું હતું. પોલીસની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને ભારે જહેમત ઉઠાવીને ટૂંક સમયમાં જ ૧૯ જેટલા મોબાઈલ ફોન ટ્રેસ કરી લીધા હતા.હળવદ પોલીસે રિકવર કરેલા આ ૧૯ મોબાઈલ ફોનની કુલ અંદાજિત કિંમત રૂા. ૩,૮૦,૯૬૧/- જેટલી થાય છે. પોલીસે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ તમામ ફોન તેના મૂળ અરજદારોને પરત સોંપ્યા હતા.પોતાના કિંમતી અને અંગત ડેટા ધરાવતા મોબાઈલ ફોન પરત મળતા જ અરજદારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ હળવદ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. હળવદ પોલીસે આ કામગીરી દ્વારા સુરક્ષાની સાથે-સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવીને સમાજમાં પોલીસની એક સકારાત્મક છબી ઊભી કરી છે.

Back to top button
error: Content is protected !!