MEHSANAVIJAPUR

વિજાપુરમાં ભાજપ યુવા મોરચાની રક્તદાન શિબિરને ઉત્સાહભર્યો પ્રતિસાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષના સ્મૃતિ પખવાડિયા નિમિત્તે 46 બોટલ રક્ત એકત્રિત

વિજાપુરમાં ભાજપ યુવા મોરચાની રક્તદાન શિબિરને ઉત્સાહભર્યો પ્રતિસાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષના સ્મૃતિ પખવાડિયા નિમિત્તે 46 બોટલ રક્ત એકત્રિત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ (સ્મૃતિ પખવાડિયા) નિમિત્તે સમાજસેવાના ભાવ સાથે તાલુકા-શહેર યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ વિજાપુર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરને યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળતાં કુલ 46 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન શિબિરમાં હોસ્પિટલ નો સ્ટાફ પણ જોડાયો હતો.અને સેવાઓ પુરી પાડી હતી.આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, રોટરી ક્લબના પરેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી શુભમભાઈ જણસારી તથા રિધમભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ રક્તદાનને “મહાદાન” ગણાવી યુવાનોને નિયમિત રક્તદાન કરીને માનવસેવાના કાર્યમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રક્તદાનથી અનેક દર્દીઓને નવું જીવન મળે છે અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
શિબિરનું આયોજન ભાજપ યુવા મોરચાના કાર્યકરોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો, સ્વયંસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!