MORBIMORBI CITY / TALUKO

TANKARA:નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ટંકારામાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

 

TANKARA:નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ટંકારામાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

 

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર એક પ્રેરણાદાયી અને ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશભરમાં 65 થી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો અને સ્ટેશનરી કીટનું વિતરણ તથા ફ્રી મેડિકલ કેમ્પ જેવી વિવિધ માનવસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ જ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા ખાતે પણ એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ: 11 જુલાઈ 2026, શનિવાર સમય: બપોરે 03:30 થી સાંજે 07:30 સુધી સ્થળ: દેવકુંવર શૈક્ષણિક સંકુલ, ટંકારા આયોજક: શ્રી ખોડલધામ પરિવાર (મોરબી જિલ્લા) અને શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ (ટંકારા)

શ્રી ખોડલધામ સમિતિ મોરબી જિલ્લા અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, આ સેવાકાર્યમાં ભાગીદાર બનવા માટે તમામ સેવાભાવી નાગરિકો અને રક્તદાતાઓને પોતાના મિત્ર વર્તુળ સાથે પધારવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. આપનું એક યુનિટ રક્ત, કોઈકનો અમૂલ્ય જીવ બચાવી શકે છે.

Back to top button
error: Content is protected !!