MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા: રીક્ષામાં પેસેન્જરના દાગીના-રોકડ ચોરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગ ઝડપી લીઘી

 

MORBI મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા: રીક્ષામાં પેસેન્જરના દાગીના-રોકડ ચોરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગ ઝડપી લીધી

 

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો; ૨ પુરુષો અને ૬ મહિલાઓ સહિત કુલ ૮ સાગરીતોની અટકાયત

 

ગુજરાતના જુદા-જુદા શહેરોમાં ભીડભાડ વાળી જગ્યાઓ તેમજ ઓટો રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને અન્ય મુસાફરોની નજર ચૂકવી, કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરતી હરિયાણાની કુખ્યાત આંતરરાજ્ય ટોળકીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ઝડપી પાડી છે. આ ટોળકી મોરબીમાં કોઈ મોટી ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે બાતમીના આધારે નવ બસ સ્ટેશન પાસે આવેલ સુપર માર્કેટ (સુપર ટોકીઝ) નજીકથી દબોચી લીધી હતી.

આ આંતરરાજ્ય ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ ગુજરાતના મોટા શહેરોમાં રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશનની બાજુમાં ફૂટપાથ પર પડાવ નાખતા હતા. દિવસના સમયે શહેરમાં રેકી કરી, ભીડભાડ વાળી જગ્યાઓ પર ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી જતા અને અન્ય પેસેન્જરોના બેગ કે પર્સમાંથી કિંમતી સામાન સેરવી લેવામાં પાવરધા હતા.

મોરબી નવા બસ સ્ટેશન પાસે સુપર ટોકીઝ નજીક ભીડભાડ વાળી જગ્યામાં બે પુરુષો અને છ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જણાતા, મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મોરબીમાં આવવાનું કોઈ સંતોષકારક કારણ ન આપી શકતા, તમામ ૮ શંકાસ્પદોને એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ પૈકીની એક મહિલા રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલી છે. આ ઉપરાંત અન્ય એક પુરુષ અને મહિલા વર્ષ ૨૦૨૫ માં સુરત શહેરમાં પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે.

 

(૧)સરીફઅહેમદ રમઝાનખાન ઇસાકખાન ફકીર (૩૦ વર્ષ)પીંગોરગામ, જુમ્મા મસ્જીદ પાસે, જી. પલવર (૨ )રવી ભુરાસિંગ નનુ ચમાર (૨૬ વર્ષ)ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની, જી. ફરીદાબાદ (૩ )મમતાબેન રવી ભુરાસિંગ ચમાર (૨૫ વર્ષ)ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની, જી. ફરીદાબાદ (૪ )પુષ્પાબેન રામપાલ નનુભાઇ ચમાર (૫૦ વર્ષ)પીંગોર, પલવર, તા. સદર (૫)સુમન સેરા રામસ્વરૂપ ચમાર (૩૦ વર્ષ)પીંગોર, પલવર, તા. સદર (૬)ક્રાંતિ નિસુ રામેસર ચમાર (૨૦ વર્ષ)પીંગોર, પલવર, તા. સદર (૭ )ક્રિષ્ના રામપાલનનુ ચમાર (૧૮ વર્ષ (૬ )માસ)પીંગોર, પલવર, તા. સદર (૮ )પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર (૩૫ વર્ષ)પીંગોરગામ, નાલાની પાસે, જી. પલવર

ઝડપાયેલા આરોપીઓ પૈકી પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાથી તેમને રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે બાકીના તમામ શંકાસ્પદો મોરબી શહેરમાં એકઠા થઈને કોઈ મિલકત વિરોધી ગુનો આચરવાની પૂર્વ તૈયારીમાં હોવાનું જણાતા, પોલીસે તમામ વિરૂદ્ધ કાયદેસરના અસરકારક અટકાયતી પગલાં (Preventive Action) લીધા છે.

Back to top button
error: Content is protected !!