DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ: ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે નાગરિકો ‘ફેમિલી ફાર્મર’ સાથે જોડાઈ શકશે

તા.૦૯.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ: ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે નાગરિકો ‘ફેમિલી ફાર્મર’ સાથે જોડાઈ શકશે

રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ‘પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન; આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને સીધું બજાર અને નાગરિકોને શુદ્ધ-કેમિકલમુક્ત પેદાશો મળશે દાહોદના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જેમ આપણે સ્વાસ્થ્ય માટે ‘ફેમિલી ડોક્ટર’ રાખીએ છીએ, તેમ હવે શુદ્ધ ખોરાક માટે ‘ફેમિલી ફાર્મર’ સાથે જોડાવાનું નવું સરનામું એટલે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર.દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ આત્મા (ATMA) પ્રોજેક્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વચેટિયાઓ વિના સીધું જ બજાર પૂરું પાડવાનો છે. આ વ્યવસ્થાથી ખેડૂતો સીધા જ પોતાના ગ્રાહકો સુધી પહોંચી શકશે, જેથી તેમને પોતાની મહેનત અને પાકનું યોગ્ય વળતર તથા સારો ભાવ મળશે. બીજી તરફ, શહેરના લોકોને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓ વગરના શુદ્ધ, સાત્વિક અને તાજા શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ઘરઆંગણે અને નજીવા દરે ઉપલબ્ધ થશે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.એક જ છત નીચે ઉપલબ્ધ બનશે વિવિધ ચીજવસ્તુઓ આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પર જિલ્લાના તમામ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ પેદાશોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ હાટમાં ગ્રાહકોને નીચે મુજબની શુદ્ધ સામગ્રી મળી રહેશે:તાજા શાકભાજી અને ફળો:* કેમિકલ મુક્ત અને કુદરતી રીતે પકવેલા.અનાજ અને લોટ: પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલા ઘઉં, મકાઈ તેમજ ઘઉં-મકાઈનો શુદ્ધ લોટ.કઠોળ પેદાશો:મગ, મગની દાળ, ચણા વગેરે.મૂલ્યવર્ધિત (Value Added) ઉત્પાદનો*:ખેડૂતો દ્વારા પાકોનું મૂલ્યવર્ધન કરીને તૈયાર કરાયેલી વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ.આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!