GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની પવિત્ર સ્મૃતિમાં સેવાકીય કાર્ય

 

MORBI:મોરબી સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની પવિત્ર સ્મૃતિમાં સેવાકીય કાર્ય

 

 

સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની પવિત્ર સ્મૃતિને જીવંત રાખવાના ઉમદા હેતુથી, પીએચસી ખાખરાળાના પૂનમબેન ડાંગર દ્વારા સમયાંતરે પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃસ્વાર્થ સેવા અને સહાય કરવામાં આવે છે.

આ સેવાકીય કાર્યના અનુસંધાનમાં આજે પોતાના વિસ્તારમાં રહેતા એક સગર્ભા બહેન, જેમના ગર્ભમાં જોડિયા બાળકો છે તેમજ લોહીની ઉણપ હોવાનું નિદાન થયું હતું, તેમને પીએચસી ખાખરાળા ખાતે ડૉ. જીવાણી સાહેબ પાસે યોગ્ય સારવાર અપાવવામાં આવી. સારવાર બાદ માતા અને ગર્ભસ્થ બાળકોના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પૂનમબેન ડાંગર દ્વારા પોતાના સ્વખર્ચે પોષણ કિટ અર્પણ કરવામાં આવી.માનવસેવા એ જ સાચી ઈશ્વરસેવા છે. સ્વર્ગસ્થ બહેન સોનલબેન વાસુરભાઈ ડાંગરની સ્મૃતિમાં થઈ રહેલા આવા સેવાકીય કાર્યો સમાજમાં સેવા, સંવેદના અને માનવતાનો ઉત્તમ સંદેશ પ્રસરાવે છે તથા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ.

Back to top button
error: Content is protected !!