MORBI:મોરબી ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે સંમેલન યોજાયું.

MORBI:મોરબી ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે સંમેલન યોજાયું.
મોરબીમાં યોજાયેલા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના સંમેલનમાં બંને સંગઠનોના સદસ્ય બની સાથ સહકાર આપવાનું નક્કી કરાયું.
મોરબીમાં બંને સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ચર્ચાયા.
મોરબી,અત્રેની સતવારા સમાજ વાડી ખાતે સમગ્ર મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનું સંમેલન યોજાયું જેમાં ખુબજ બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહી બંને સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં એમની મુખ્ય માંગ જેમાં એમની લાયકાત મુજબ અન્ય રાજ્યોની જેમ 4200 ગ્રેડ પે આપવો, ધોરણ પાંચમા લેવાતી CET કોમન એંટર્સ ટેસ્ટમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ જો ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો વિસ હજાર અને સરકારી શાળામાં પ્રવેશ મેળવે તો રૂપિયા પાંચ હજાર જ શિષ્યવૃતિની રકમ આપવામાં આવે છે,આના લીધે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી લેતા હોય,ધો.6 થી 8 ના શિક્ષકો ઓવર સેટ અપ થતું હોય જિલ્લા બહાર જવું પડે તેવી સ્થિતિ થાય છે,તેમજ વર્ષ 2005 પછી નિમણુંક પામેલા તમામ શિક્ષકોને જૂની પેંશન યોજના OPS મળે એ માટે ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષકોએ પોતાની આગવી શૈલીમાં રજુઆત કરી તમામ શિક્ષકોને બંને સંગઠનો સાથે જોડાઈ, બંને સંગઠનોના સદસ્ય બની સાથ સહકાર આપી,એકતા બતાવી પ્રશ્નો ઉકેલવા માટેના જલદ કાર્યક્રમો આપવા જણાવ્યું હતું, ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ શૈક્ષિક મહાસંઘ વતી જણાવ્યું હતું કે અત્યાર સુધી સંગઠનોએ શિક્ષકોના પ્રશ્નો માટે જૂની પેંશન યોજના પુ:ન સ્થાપિત કરવા, ઉચ્ચત્તર ગ્રેડ જે 2800 થઈ ગયો હતો અને 4200 ગ્રેડ પે કરવા, સજ્જતા કસોટીનો બહિષ્કાર કરવો વગેરે કાર્યક્રમ આપ સૌના સહકારથી ખુબજ આક્રમક રીતે સરકાર સમક્ષ રજુ કરી સફળતા પ્રાપ્ત કરેલ છે એવી જ રીતે આપના પ્રશ્નો બાબતે પ્રાંત ટીમ સાથે પરામર્શ કરી ઉકેલ આવે એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે,એજ રીતે શિક્ષક સંઘ વતી પ્રફુલ્લભાઈ નાયકપરાએ પણ ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા લડી લેવાનો હુંકાર કર્યો હતો, ઉપરાંત શૈક્ષિક મહાસંઘના મંત્રી પ્રવિણભાઇ ધોળુ તેમજ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલે ઘટતું કરવાની ખાત્રી આપી હતી, સમગ્ર કાર્યક્રમના આયોજન વ્યવસ્થાપન માટે ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.








