સુરેન્દ્રનગરના સાંસદએ બી.એસ.એન.એલ ના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી હોટલ ‘ડ્રીમ ઇન’ ના કોન્ફરન્સ હોલ ખાતે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા એક મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્યત્વે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અને નેટવર્ક સુધારણા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ખાસ મિટિંગમાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર જિલ્લા BSNL ના પી.જી.એમ. ચંદ્રશેખર શર્મા, ભાવનગરના ડી.જી.એમ. ફારુક રાઠોડ, સુરેન્દ્રનગર જિલ્લાના BSNL ડી.જી.એમ. રાજકુમાર યાદવ તેમજ અન્ય સ્ટાફગણ અને BSNL કમિટીના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા દરિયાઈ પટ્ટી અને ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા પર ભાર બેઠક દરમિયાન શહેરી તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં BSNL ગ્રાહકોને પડતી કવરેજની સમસ્યાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી જે વિસ્તારોમાં મોબાઈલ ટાવર કે પૂરતું નેટવર્ક કવરેજ નથી મળતું ત્યાં કઈ રીતે નવી સવલતો ઊભી કરવી તેના પર પ્લાન તૈયાર કરાયો હતો આગામી એક વર્ષમાં BSNL 5G લોન્ચ થશે PGM ચંદ્રશેખર શર્મા
ભાવનગર BSNL ના PGM ચંદ્રશેખર શર્માએ મીડિયા અને કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, BSNL ગ્રાહકોની સંખ્યા વધારવા માટે અનેક નવી સ્કીમો અમલમાં મૂકી રહ્યું છે લોકોમાં જાગૃતતા લાવવા માટે આગામી સમયમાં મેળાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તેમણે સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે “આગામી એક વર્ષની અંદર BSNL ની 5G નેટવર્ક સર્વિસ લોન્ચ કરી દેવામાં આવશે હાલમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ટેરિફ પ્લાન અને પ્રમોશનલ ઑફર્સ ચલાવવામાં આવી રહી છે પાવર કટ વખતે પણ ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક ખોરવાશે નહીં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર લાઈટ જતી રહેવાના કારણે નેટવર્ક ડાઉન થઈ જવાની સમસ્યાના કાયમી નિવારણ માટે BSNL એ કમર કસી છે અધિકારીઓએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોની સાઈટ્સ પર નવી બેટરીઓ અને આધુનિક પાવર પ્લાન્ટ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે આ સુધારાના કારણે હવે જો વીજ પુરવઠો બંધ થશે તો પણ BSNL નું નેટવર્ક અવિરતપણે ચાલુ રહેશે અને ગ્રાહકોને મજબૂત કનેક્ટિવિટી મળતી રહેશે મિસકોલ એલર્ટ અને અન્ય સેવાઓનો લાભ કઈ રીતે લેવો? બેઠકમાં ગ્રાહકલક્ષી સુવિધાઓની ટેકનિકલ માહિતી આપતા જણાવાયું હતું કે ગ્રાહકોએ સૌપ્રથમ કોલ ફોરવર્ડિંગ સુવિધા માટે લેખિત અરજી આપવાની રહેશે આ સેવા સક્રિય થયા બાદ, ગ્રાહક નિર્ધારિત ફોર્મેટ અનુસાર પોતાના હેન્ડસેટમાં ‘મિસકોલ એલર્ટ’ ની સેવા સબ્સ્ક્રાઇબ કરી શકશે તમામ BSNL ગ્રાહક સેવા કેન્દ્રો (CSC) દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ અને સંતોષકારક સેવાઓ પૂરી પાડવા માટે તંત્ર કટિબદ્ધ હોવાનો સૂર અધિકારીઓ એ વ્યક્ત કર્યો હતો.




